fbpx
ગુજરાત

વડોદરાના કાલાઘોડા બ્રિજ પર ૧૦ ફૂટનો મહાકાય મગર આવી જતા ટ્રાફિક જામ

છેલ્લા ઘણા દિવસોથી ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા. જેના પગલે અનેક વિસ્તારો મગર શહેરમાં લટાર મારતા જાેવા મળ્યા હતા. શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ કાલાઘોડા બ્રિજ પર એક મહાકાય મગર આવી જતા ટ્રાફિક જામ થયો હતો. લગભગ રાતના સમયે ૧૦ ફૂટના મગરે રસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો. મગર ૨ દિવસથી નદીની બહાર ફરતો હોવાનું સામે આવ્યુ છે.

કલાક સુધી મગરે રસ્તા પર અડિંગો જમાવ્યો હતો. એક કલાકની જહેમત બાદ વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ચાલુ સિઝનમાં વન વિભાગ દ્વારા કુલ ૩૫થી વધુ મગરનું જાહેર સ્થળોએથી રેસ્ક્યૂ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફ આ અગાઉ પણ વડોદરામાં મગર રહેણાંક વિસ્તારમાં લટાર મારતા જાેવા મળ્યા હતા. ઇ.એમ.ઇ ટેમ્પલ નજીક મગર દેખાતા વન વિભાગેને જાણકરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતુ. મળતી માહિતી અનુસાર ૯ ફૂટ લાંબા મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યું કરાયું હતુ. શહેરમાં અત્યાર સુધી ૩૫ થી વધુ મગરનું કરાયું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/