fbpx
ગુજરાત

સુરતમાં પોલીસે મહારાષ્ટ્રના યુવાનને ૮૦૭ ગ્રામ ચરસ સાથે પકડવામાં આવ્યો

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી સ્ટેશન ઉપરથી મહારાષ્ટ્રના યુવાનને ૮૦૭ ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા બાદ તેની પુછપરછના આધારે બે દિવસ અગાઉ સુરતના સૈયદપુરા વિસ્તારની મહિલાની અટકાયત કરી દિલ્હી લઈ ગઈ હતી.મહારાષ્ટ્રનો યુવાન સુરતની મહિલાને ડ્રગ્સની ડિલિવરી આપવાનો હતો.ઉલ્લેખનીય છે કે મહિલાના પુત્રની પણ છ મહિના અગાઉ મુંબઈ પોલીસે એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ દિલ્હી સ્ટેશન ઉપરથી મહારાષ્ટ્રના ફૈઝલ શેખને ૮૦૭ ગ્રામ ચરસ સાથે ઝડપી લીધો હતો.પોલીસે તેની પુછપરછ કરતા તે ચરસ હિમાચલ પ્રદેશના ડ્રગ્સના સ્વર્ગ ગણાતા કસોલથી લાવ્યો હતો અને તેની ડિલિવરી તે સુરતની અસમાબાનુ અન્સારીને આપવાનો હતો તેવી કબૂલાત કરી હતી.આથી દિલ્હી પોલીસની એક ટીમ બે દિવસ અગાઉ સુરત આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી સૈયદપુરા રાહત મહોલ્લામાં રહેતી ૪૫ વર્ષીય અસમાબાનુ ઈમદાદઅલી અન્સારીની અટકાયત કરી તેના ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડ મેળવી તેને દિલ્હી લઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અસમાબાનુનો પુત્ર પણ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલો છે.મુંબઈ પોલીસે છ મહિના અગાઉ તેના પુત્રની એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/