fbpx
રાષ્ટ્રીય

રેલવે મારફત મૅડિકલ ઑક્સિજન મોકલવાની વિનંતી કરી છેઃ શિવરાજસિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચોહાણે બુધવારે જણાવ્યું હતું કે જાે શક્ય હોય તો મૅડિકલ ઑક્સિજનના ટૅંકર માલગાડી પર લાદીને મધ્ય પ્રદેશ મોકલવા એમણે રેલવે પ્રધાન પીયુષ ગોયલને વિનંતી કરી છે. શિવરાજસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં રેમડેસિવિરની સરકારી હૉસ્પિટલોમાં અછત નથી અને સરકાર ખાનગી હૉસ્પિટલોને પણ એ આપશે. હું માનું છું કે મૅડિકલ-ગ્રૅડ ઑક્સિજનની ઉપલબ્ધતા પડકારરૂપ છે અને માટે જ શક્ય હોય તો એ માલગાડી દ્વારા મોકલવાની મેં વિનંતી કરી છે. એમ કરવાથી સમય બચશે.

રુરકેલા (ઓડિસા) અને ભિલાઇ (છત્તીસગઢ)થી મધ્ય પ્રદેશ સુધી સડક માર્ગે ઑક્સિજનના ટૅંકર આવતા ઘણો સમય લાગે છે. એ ઝડપથી આવી શકે એ માટે પોલીસ ઑક્સિજનના ટૅંકરની આગળ રસ્તો સાફ કરતી હોય છે. અમે ટૅંકરને ટ્રૅક કરીએ છીએ અને જાે ટૅંકર કલાક પણ મોડું પડે તો મને ચિંતા થવા લાગે છે. રાજ્યમાં મંગળવારે ૨૭૨ મેટ્રિક ટન (એમટી) ઑક્સિજન ઉપલબ્ધ હતો. બુધવારે એ વધીને ૨૮૦ એમટી થયો

હતો. એમણે વધુમાં જણાવ્યું હતું કે ઑક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે હું સંબંધિત બધા સ્તરની વ્યક્તિઓ સાથે વાતચીત કરું છું. કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. ભિલાઇથી સપ્લાય વધારવા માટે મેં અપીલ કરી છે. ઑક્સિજનનો દુરુપયોગ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/