fbpx
રાષ્ટ્રીય

કોરોનાની સ્પીડ પર બ્રેક : ૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૨૫ દિવસ પછી ૩ લાખની નીચે નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨,૮૧,૩૮૬ કેસ નોંધાયા છે. ૨૨મી એપ્રિલના રોજ પહેલીવાર ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસનો આંકડો ૩ લાખને પાર ગયો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા ૨૪ કલાકના આંકડા પ્રમાણે દેશમાં વધુ ૪,૧૦૬ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જેની સામે વધુ ૩,૭૮,૭૪૧ દર્દીઓ સાજા થયા છે. એટલે કે નવા કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચે ૯૭,૦૦૦ કરતા વધુનું અંતર છે.

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨,૪૯,૬૫,૪૬૩ થઈ ગયો છે જેની સામે ૨,૧૧,૭૪,૦૭૬ દર્દીઓ સાજા થયા ગઈ ગયા છે અને ૨,૭૪,૩૯૦ દર્દીઓના કોરોનાના લીધે મોત થઈ ગયા છે. દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે, જે આંકડો ૩૫,૧૬,૯૯૭ થઈ ગયો છે.

આઇસીએમઆર મુજબ ૧૬ મે સુધીમાં ૩૧,૬૪,૨૩,૬૫૮ સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે, જેમાંથી ગઈકાલે ૧૫,૭૩,૫૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.
હાલ કર્ણાટકા કોરોનાનું હોટસ્પોટ બનેલું છે કે જ્યાં સૌથી વધારે કોરોનાના ૬,૦૦,૧૬૮ એક્ટિવ કેસ છે જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર છે કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૪,૭૦,૫૯૫ છે. ભારતમાં કોરોનાના વાયરસ સામે લડવા માટે રસીના કુલ ૧૮,૨૯,૨૬,૪૬૦ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં પોઝિટિવિટી રેટ ૧૬.૯૮% પર પહોંચ્યો છે. જ્યારે દેશનો રિકવરી રેટ સુધારા સાથે ૮૪.૨૫ પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુની ટકાવારી ૧.૦૯ પર પહોંચી છે.

ભારતમાં રોજ નોંધાતા કોરોના કુલ કેસમાંથી કર્ણાટકા, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન અને તામિલનાડુ સહિતના ૧૦ રાજ્યોમાં ૭૪.૬૯% એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/