fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા, હજરતબાલ દરગાહની લીધી મુલાકાત

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસ માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. દરમિયાન આજે તેમણે ખીર ભવાની મંદિરમાં દર્શન કર્યા હતા અને હજરતબાલ દરગાહની પણ મુલાકાત લીધી હતી.

કલમ ૩૭૦ હટયા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું, અમારો પરિવાર દિલ્હીમાં રહે છે પણ તે પહેલા તે અલ્હાબાદ અને કાશ્મીરમાં રહેતો હતો. હું પણ કાશ્મિરીયતમાં વિશ્વાસ રાખુ છું અને મારા લોહીમાં પણ કાશ્મિરીયતનો થોડો હિસ્સો છે.

તેમણે કહ્યુ હતુ કે, અમે પ્રેમથી અને લોકોને જાેડાયેલા રાખીને કાશ્મીરનો મુદ્દો અલગ રીતે ઉકેલવાની કોશીશ કરી હતી પણ ભાજપે તમામ સારા કામો પર ફાણી ફેરવી દીધુ છે. હું જાણું છું કે જમ્મુ કાશ્મીરના લોકો ઘવાયેલા છે, મારે પ્રેમ અને સમજદારીના સબંધો જાેઈએ છે. હું તમારી સાથે ઉભો રહીશ અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જાે અપાવવા માટે લડીશ. આ મારી શરૂઆત છે. બે વર્ષ પહેલા મને એરપોર્ટ રોકી દેવામાં આવ્યો હતો.હું હવે વારંવાર તમને મળવા માટે આવીશ.


રાહુલ ગાંધી સાથે આ પ્રવાસમાં મોજુદ કોંગ્રેસના અને કાશ્મીરના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, કલમ ૩૭૦ દૂર કરવાના નામે સરકારે ૧૬૦૦૦ લોકોને જેલમાં નાંખ્યા હતા અને ત્યાં સુધી કે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ બાકાત રાખાયા નહોતા. કાશમીરમાં અમને તત્કાલિન મહારાજા હરિ સિંહ દ્વારા આપવામાં આવી હતી. આજે રાજ્યમાં બેરોજગારી ટોચ પર છે અને ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જાે આપવા માટે સરકાર ધારે તો પાંચ મિનિટમાં સંસદમાં બિલ પાસ કરાવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/