fbpx
રાષ્ટ્રીય

નીતિશ સહિત ૧૦ પાર્ટીના નેતાઓ મોદીને મળ્યા . વડાપ્રધાનએ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને નકારી નથી

જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યની ૧૦ પાર્ટીઓના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે. જેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, જેડીયુના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરી, ભાજપના ખાણ ભૂસ્તર મંત્રી જનક રામ, કોંગ્રેસ નેતા અજીત શર્મા, ઝ્રઁૈં નેતા મહેબૂબ આલમ, છૈંસ્ૈંસ્ના અખ્તરુલ ઈમાન, પૂર્વ મુખ્યમંત્રી અને હમ સુપ્રીમો જીતન રામ માંઝી, ફૈંઁ પ્રમુખ મુકેશ સાહની, ઝ્રઁૈં નેતા સૂર્યકાંત પાસવાન અને સીપીએમ નેતા અજય કુમાર સામેલ છે. જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે બિહારની ૧૦ રાજકીય પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મુલાકાત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ વડાપ્રધાનને મળ્યા બાદ તેઓએ સાથે પત્રકાર પરિષદ યોજી હતી.

નીતીશે કહ્યું કે અમે વડાપ્રધાનને બિહારની જાતિઓ સબંધિત માહિતી આપી છે, તેમણે અમારી વાત ધ્યાનથી સાંભળી છે. વડાપ્રધાને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને નકારી નથી. તેજસ્વીએ કહ્યું કે જ્યારે વૃક્ષો અને છોડની ગણતરી કરી શકાય છે, તો પછી જાતિઓની કેમ નહીં, તે રાષ્ટ્રહિતમાં છે. નીતિશ કુમારે ઁનરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગતો પત્ર લખ્યો હતો અને ૧૯ ઓગસ્ટના રોજ તેમને વડાપ્રધાન તરફથી જવાબ મળ્યો હતો. પત્રમાં ૨૩ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો હતો. આજે બધાની નજર આ બેઠક પર છે. તમને જણાવી દઈએ કે બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગરમાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓ દેશમાં જાતિની વસ્તી ગણતરી કરવાની માંગ કરી રહ્યા છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજકારણ ખૂબ જ ગરમાયું છે. શાસક પક્ષ અને વિપક્ષ આ મુદ્દે એક થયા છે. વિપક્ષમાંથી વિપક્ષ નેતા તેજસ્વી યાદવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ ઉગ્ર કરી હતી. જેને શાસક પક્ષ ત્નડ્ઢેં દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના નેતૃત્વ પ્રતિનિધિમંડળનું વડાપ્રધાનને મળવાની વાત કરી હતી. ત્યાર બાદ કવાયત ઝડપી બની અને બેઠક આજે યોજાઇ છે. જાે કે ભાજપ તેની તરફેણમાં નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં ચોમાસુ સત્રમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/