fbpx
રાષ્ટ્રીય

ખેડુતોના આંદોલન દ્વારા ભારત બંધના એલાન થી દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક જામથી ખરાબ હાલત


ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ લોકોને વિનંતી કરી હતી કે, સાંજના ૪ઃ૦૦ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળતા નહીં તો જામમાં ફસાઈ જશો. જાેકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ જરૂરી વાહનને નીકળવા માટે રસ્તો આપવામાં આવશે. ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરેલી છે. ખેડૂત સંગઠનોનું આ ભારત બંધ સવારે ૬ઃ૦૦ વાગ્યાથી સાંજના ૪ઃ૦૦ વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની સરહદોએ પહેલેથી જ હજારો ખેડૂતો ઉપસ્થિત છે તેવામાં હવે ભારત બંધના એલાનના કારણે દિલ્હી, યુપી અને આસપાસના વિસ્તારોમાં જામની સ્થિતિ છે.

દિલ્હી-ગુરૂગ્રામ સરહદેથી સોમવારે સવારે એક ખૂબ જ ચોંકાવનારી તસવીર સામે આવી છે. બોર્ડર પર ગાડીઓની ખૂબ જ લાંબી લાઈનો જાેવા મળી રહી છે અને રસ્તા પર હજારો ગાડીઓ દેખાઈ રહી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ છે, તેવામાં આજે સોમવારના કારણે ઓફિસ જવા માગતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને ગુરૂગ્રામ બોર્ડર પર ભયાનક જામ જાેવા મળી રહ્યો છે. આ રૂટ સિવાય પણ અનેક જગ્યાએ ખેડૂતોના પ્રદર્શનની અસર જાેવા મળી રહી છે. દિલ્હી-અમૃતસર હાઈવે, દિલ્હી-અંબાલા, દિલ્હી-ચંદીગઢના રસ્તાઓ પર ખેડૂતોએ માર્ગ પર જ જામ લગાવી દીધો છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર, સિંધુ બોર્ડર, એન-એચ ૯, એન-એચ ૨૪ પર પણ ખેડૂતોના પ્રદર્શનના કારણે જામ લાગ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે હરિયાણાના બહાદુરગઢ ખાતે રેલવે ટ્રેક પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિહારના પટના ખાતે પણ રાજદના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં રસ્તાઓ પર ઉતર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/