fbpx
રાષ્ટ્રીય

દેશમાં ઓમિક્રોનના શકમંદ એવા ૧૪૦ વિદેશી દર્દીઓ ગુમ

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા પછી તંત્ર સાબદું થઈ ગયું છે અને વિદેશી પ્રવાસીઓનું નિરીક્ષણ સઘન બનાવી દીધું છે. જાેકે, બેંગ્લુરુમાં આફ્રિકન દેશોમાંથી આવેલા ૧૦ વિદેશી નાગરિક ગુમ થઈ ગયા છે. એટલું જ નહીં તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે. બેંગ્લુરુમાં ઓમિક્રોનના બે કેસ મળ્યા હતા, જેમાંથી એક દક્ષિણ આફ્રિકાથી આવેલ વિદેશી પ્રવાસી હતો. આ સિવાય આફ્રિકામાંથી ૫૭ વિદેશી પ્રવાસીઓ બેંગ્લુરુ આવ્યા છે. તેમાંથી ૧૦ વિદેશી નાગરિકોની આફ્રિકાના દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે, પરંતુ સ્થાનિક તંત્ર આ લોકોને શોધી શકતું નથી. આ બધાના ફોન બંધ છે. તેમણે એરપોર્ટ પર જે સરનામું આપ્યું હતું તેના પર પણ તે મળ્યા નથી. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં ૧૨૫ વિદેશી પ્રવાસીઓ ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતર્યા હતા, પરંતુ તંત્રને તેમની કોઈ માહિતી મળી શકી નથી. વધુમાં કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા પછી રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લાદ્યા છે, જેમાં રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ મોલ, સિનેમા હોલ, થિયેરમાં પ્રવેશ અપાશે. સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓના માતા-પિતા માટે પણ આ જ નિયમ લાગુ કરાયો છે. દરમિયાન દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સાથે નવા કેસમાં પણ આંશિક વધારો નોંધાયો છે. જાેકે, એક્ટિવ કેસ એક લાખથી નીચે રહ્યા છે. એક્ટિવ કેસમાં સતત બીજા દિવસે વધારો નંધાયો હતો. દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૯,૨૧૬ કેસ નોંધાયા હતા અને વધુ ૩૯૧નાં મોત થયા હતા. આ સાથે કુલ કેસ ૩,૪૬,૧૫,૭૫૭ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૪,૭૦,૧૧૫ થયો છે અને એક્ટિવ કેસ વધીને ૯૯,૯૭૬ થયા છે. દેશમાં કોરોનાના કુલ ૩,૪૦,૪૫,૬૬૬ દર્દીઓ સાજા થયા છે.ભારતના કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા હોવાની જાહેરાત પછી હવે દિલ્હી-મુંબઈ સહિત દેશના અન્ય ભાગોમાં પણ ઓમિક્રોનના શંકાસ્પદ કેસો વધી રહ્યા છે. ચાર રાજ્યોમાં ૩૦થી વધુ વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાની શંકા હેઠળ ૧૨ દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે મુંબઈમાં નવ વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ પ્રવાસીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે નહીં તે જાણવા તેમના સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયા છે. કર્ણાટકમાંથી ઓમિક્રોનના બે કેસ નોંધાયા પછી કેન્દ્ર અને સરકારની ચિંતા વધી ગઈ છે. એવામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ૩૦ વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાયું છે. તેમના નમૂના લઈને ટેસ્ટિંગ માટે મોકલી અપાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના વિદેશી પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. આ બધા જ પ્રવાસીઓના કોન્ટેક્ટ ટ્રેકિંગનું કામ શરૃ થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત હોવાની આશંકાએ આઠ દર્દીઓને ગુરુવારે અને ચાર દર્દીઓને શુક્રવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ (એલએનજેપી) હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ૧૨ દર્દીમાંથી બેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય બેના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ચાર શકમંદોમાંથી બે બ્રિટનથી, એક ફ્રાન્સથી અને એક નેધરલેન્ડથી આવ્યા છે. બીજીબાજુ ૧૦મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર વચ્ચે મુંબઈ એરપોર્ટ પર ઉતરનારા વિદેશી પ્રવાસીઓમાંથી ૯ પ્રવાસી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. આ સિવાય જયપુર અને દક્ષિણ આફ્રિકાથી આવેલા ૪ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. જયપુરમાં એક જ પરિવારના નવ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. આ નવમાંથી ચાર લોકો તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. તેમને રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં દાખલ કરાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/