fbpx
રાષ્ટ્રીય

અમેરિકાના ઈન્ડિયાના મોલમાં અંધાધૂની ફાયરિંગમાં ૪ લોકોના મોત

અમેરિકાના ઈન્ડિયાના મોલમાં ભીષણ ફાયરિંગની ઘટના ઘટી છે. એક વ્યક્તિએ ઈન્ડિયાના મોલમાં લોકો પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ. જાે કે બાદમાં તે પોતે પણ માર્યો ગયો. અત્રે જણાવવાનું કે ઈન્ડિયાના મોલમાં થયેલી આ ફાયરિંગની ઘટનામાં હુમલાખોર સહિત ૪ લોકોના મોત થયા. આ ઉપરાંત અન્ય ૨ લોકો ઘાયલ થયા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. પોલીસે જણાવ્યું કે રવિવારે સાંજે સ્થાનિક સમય મુજબ લગભગ ૬ વાગે તેમને ઈન્ડિયાના મોલમાં ફાયરિંગની ઘટના અંગે જાણકારી મળી.

ગ્રીનવુડ પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ જિમ ઈસોનના જણાવ્યાં મુજબ ઈન્ડિયાના મોલમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા. રવિવારે સાંજે ઈમરજન્સી કોલ સેન્ટરની જાણ કરાઈ કે ઈન્ડિયાના મોલમાં ફાયરિંગ થઈ રહ્યું છે. શુટિંગ શરૂ થયા બાદ હુમલાખોરને એક હથિયારથી લેસ નાગરિકે ઠાર કર્યો ત્યારે ફાયરિંગ બંધ થયું. ગ્રીનવુડના મેયરે આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે મોલમાં મોટા પાયે શુટિંગ થયું. ગ્રીનવુડ પોલીસે હાલાત પર કાબૂ મેળવી લીધો છે. હું કમાન્ડ પોસ્ટથી સીધો સંપર્કમાં છું અને હવે જાેખમ જેવું નથી.

હું જનતાને અપીલ કરું છું કે તેઓ હાલ આ વિસ્તારથી દૂર રહે. નોંધનીય છે કે આવી જ એક ઘટના અમેરિકાના હ્રુસ્ટનમાં શનિવારે જાેવા મળી હતી. હ્રુસ્ટનમાં એક એપાર્ટમેન્ટમાં ઉગ્ર દલીલો બાદ થયેલા ફાયરિંગમાં ચાર લોકો માર્યા ગયા. અધિકારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં ચાર લોકો મળી આવ્યા. જેમને શનિવારે મોડી રાતે ગોળી મારી દેવાઈ હતી. તેમણે જણાવ્યું કે ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ચોથી વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/