fbpx
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ય્૨૦ સમિટ માટે ચીન, તુર્કી અને સાઉદી અરબે રજીસ્ટ્રેશન ન કરાવ્યું

શ્રીનગરમાં ય્૨૦ ટુરીઝમ વર્કિંગ ગ્રુપની બેઠક સોમવારથી શરૂ થવા જઈ રહી છે. જાેકે શુક્રવાર સુધી ત્રણ દેશોએ આ સમિટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આ ત્રણ દેશોમાં ચીન, તુર્કી અને સાઉદી અરબનો સમાવેશ થાય છે. આ અંગે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની જી-૨૦ બેઠક આયોજિત કરવાના ર્નિણયનો વિરોધ કરે છે. તેથી આ બેઠકમાં તેઓ જાેડાશે નહીં. કેન્દ્રીય પર્યટન સચિવ અરવિંદસિંહ જણાવ્યું હતું કે નોંધણીની પ્રક્રિયા ૨૨ મે ની સવાર સુધી ચાલશે. અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે અન્ય દેશના પ્રતિનિધિઓએ ત્રણ દિવસીય બેઠકના આયોજન માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ભારત સિવાય ય્૨૦ માં આજેર્ન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપિય સંઘ સામેલ છે. મહત્વનું છે કે ઓગસ્ટ ૨૦૧૯ માં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. અને કલમ ૩૭૦ હેઠળ વિશેષ રાજ્યની સ્થિતિને રદ કરવામાં આવી હતી. ત્યાર પછી શ્રીનગર ય્૨૦ બેઠક જમ્મુ અને કાશ્મીરમાં થનારી પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હશે. આ બેઠક ઉપરાંત ફિલ્મ ટુરીઝમ ને પ્રોત્સાહન આપવા માટે એક મોટો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. શ્રીનગરમાં ય્૨૦ બેઠક પહેલા અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેની દેખરેખ ગૃહ મંત્રાલય કરી રહ્યું છે. આ સાથે જ અહીં આવનાર પ્રતિનિધિઓના સ્વાગત માટે શહેરને શણગારવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/