fbpx
રાષ્ટ્રીય

ઈન્ડિગો એરલાઈનએ યુરોપિયન એરલાઈન એરબસને ૫૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હવે પહેલા કરતા પણ વધુ મોટી બનવા જઈ રહી છે. કંપનીએ એવિએશન સેક્ટરના ઈતિહાસમાં સૌથી મોટો સોદો કર્યો છે અને યુરોપિયન એરલાઈનને ૫૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપની ૪૭૦ એરક્રાફ્ટની તાજેતરની ડીલ કરતાં આ સોદો ઘણો મોટો સોદો છે. આ ઓર્ડર સાથે ઈન્ડિગોના કાફલામાં ૫૦૦ નવા છ૩૨૦ એરક્રાફ્ટ સામેલ થઈ જશે. આ ઓર્ડરથી એરબસ અને ઈન્ડિગો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૨૦૦૬માં તેની સ્થાપના થઈ ત્યારથી તે સતત એરબસ એરક્રાફ્ટ ખરીદી રહી છે. નવા ઓર્ડરથી બંને કંપનીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. આ ઓર્ડરના એરક્રાફ્ટ સહિત ઈન્ડિગોના કાફલામાં કુલ ૧૩૩૦ એરબસ એરક્રાફ્ટ હશે. એરબસ છ૩૨૦ર્હી એરક્રાફ્ટ અંગે ઈન્ડિગો કહે છે કે આ એરક્રાફ્ટને કારણે તે તેની ઓપરેટિંગ કોસ્ટ ઓછી રાખવામાં અને સારી ઈંધણ કાર્યક્ષમતા જાળવવામાં મદદ કરે છે. આ સાથે, તે વિશ્વાસના ઉચ્ચ ધોરણને પણ અનુસરે છે. ઈન્ડિગોના સીઈઓ પીટર આલ્બર્સનું કહેવું છે કે, ઈન્ડિગોનો આ ઓર્ડર ઐતિહાસિક છે. આગામી દાયકામાં કંપનીની ઓર્ડર બુક ૧૦૦૦ એરક્રાફ્ટની આસપાસ હશે. આનાથી ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવા અને ગતિશીલતાને વેગ આપવાના ઈન્ડિગોના સંકલ્પને પણ પરિપૂર્ણ થશે. ઈન્ડિગો ૩૦૦ થી વધુ એરક્રાફ્ટ ચલાવે છે. અગાઉ તેણે ૪૮૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. જેની સપ્લાય હજુ ચાલુ છે. અને આ સમય દરમિયાન જ નવા ૫૦૦ એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/