fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પંખાથી વીજશોક લાગતા એક જ પરિવારના ૪ માસુમ બાળકોના મોત

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક હૃદયદ્રાવી ઘટના સામે આવી છે. ઘરમાં રહેલા પંખાથી વીજશોક લાગતા એક જ પરિવારના ચાર માસુમ બાળકોના મોત થયા હતા. એક પછી એક ચારેય બાળકો પંખા સાથે ચોટી ગયા હતા. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચાર ભાઈ-બહેનના એક સાથે મોતથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટના ઉન્નાવ જિલ્લાના બારસગવાર પોલીસ સ્ટેશનના લાલમન ખેડા ગામમાં બની હતી.

૯ વર્ષના મયંક, ૨ વર્ષના હિમાંશી, ૬ વર્ષના હિમાંક અને ૪ વર્ષની માનસી ગામના રહેવાસી વીરેન્દ્ર કુમારનું વીજ શોક લાગવાથી મોત થયું હતું. ઘટના બાદ પરિવારજનો શોકમગ્ન બન્યા છે.. રવિવારે વિરેન્દ્રસિંહ તેની પત્ની સાથે ખેતરમાં ગયો હતો. તેમના બાળકો ઘરે હાજર હતા. ઘરમાં પંખો લગાવવામાં આવ્યો હતો, જેના દ્વારા કરંટ આવતો હતો. અચાનક એક બાળકને પંખામાં વીજ કરંટ લાગ્યો હતો. ઇલેક્ટ્રિક શોક લાગવાથી તે ચીસો પાડવા લાગ્યો. જ્યારે અન્ય એક બાળકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. આ પછી એક પછી એક ચારેય બાળકો વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા. ઘરમાંથી બાળકોની ચીસોના અવાજથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બાળકોનું દર્દનાક મોત જાેઈને ત્યાં આવનાર દરેક વ્યક્તિ ચોંકી ઉઠ્‌યા હતા. વીરેન્દ્ર સિંહના ઘરનું આંગણું જે બાળકોના હાસ્યથી ગુંજતું હતું તે શોકમાં ગરકાવ છે. જ્યાં ચારેય બાળકો રમતા હતા ત્યાં તેમની લાશો પડી હતી. જેણે પણ આ દ્રશ્ય જાેયું તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌથી ખરાબ હાલત બાળકોના માતા-પિતાની છે. ઘરમાં તેમના વિખેરાયેલા મૃતદેહ જાેઈને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જેમણે પણ આ દર્દનાક દ્રશ્ય જાેયું તેઓ આંસુ રોકી શક્યા ન હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/