fbpx
રાષ્ટ્રીય

શલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આકાર આપશે

અયોધ્યામાં શ્રી રામ લલ્લાની મૂર્તિને આકાર આપનાર શિલ્પકાર યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વિશાળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરશે. જેમાં મહાભારત દરમિયાન અર્જુન સાથેના સંવાદમાં શ્રી કૃષ્ણનું વિશાળ સ્વરૂપ બતાવવામાં આવશે. આમાં અર્જુન અને ચાર ઘોડા સાથેનો રથ પણ જાેવા મળશે. શ્રી રામની મૂર્તિની તર્જ પર આ મૂર્તિ પણ નેપાળની ગંડક નદીમાંથી કાઢવામાં આવેલા શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવશે. બ્રહ્મસરોવરના પૂર્વ કિનારે નિર્માણાધીન ૧૮ માળના જ્ઞાન મંદિરના ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણની ઉક્ત મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જે ધર્મનગરીને વિશેષ ઓળખ આપે છે અને એશિયામાં સર્વોચ્ચ માનવામાં આવે છે. શ્રી બ્રહ્મપુરી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જ્ઞાન મંદિરના સ્થાપક સ્વામી ચિરંજીવપુરી મહારાજ કહે છે કે ત્રણ એકર જમીનમાં ૧૮ માળનું જ્ઞાન મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અર્જુનને સંદેશ આપતા શ્રી કૃષ્ણનું વિશાળ સ્વરૂપ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે, જેના માટે શિલ્પકાર અરુણ યોગીરાજ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ માટે ટ્રસ્ટે એક પ્લાન તૈયાર કર્યો છે.

ટૂંક સમયમાં પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ પણ મંદિરની મુલાકાત લેશે. શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા આ પ્રતિમા બનાવવાના પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ ટ્રસ્ટ નેપાળનો પણ સંપર્ક કરી રહ્યું છે જેથી ગંડક નદીમાંથી આ ખાસ શાલિગ્રામ પથ્થરને ત્યાં લાવી શકાય. હાલમાં મંદિર નિર્માણાધીન છે અને ૫૦ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અરુણ યોગીરાજ અહીં પહોંચ્યા પછી જ નક્કી થશે કે મૂર્તિને પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે અને તેનું કદ શું હશે. ટ્રસ્ટના વડા રાજેશ ગોયલનું કહેવું છે કે શિલ્પકાર અરુણ યોગીરાજ સાથે ચર્ચા કર્યા બાદ નેપાળમાં શાલિગ્રામ પથ્થર માટે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. શ્રી રામની મૂર્તિની તર્જ પર શાલિગ્રામ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવાની યોજના છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઘણા હિન્દુ ઘરોમાં દરરોજ તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુરના રહેવાસી છે. તેમણે સુભાષ ચંદ્ર બોઝની ૩૦ ફૂટની પ્રતિમા પણ બનાવી છે, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ પહેલા નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિની પાછળની છત્રીમાં સ્થાપિત કરવામાં આવી હતી. યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/