fbpx
રાષ્ટ્રીય

પેપર લીક વિરુદ્ધમાં બિલ લોકસભામાંથી પાસ, ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ દંડની જાેગવાઈ

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જાેગવાઈઓ લાગુ કરી છે. જાે દોષી સાબિત થાય તો ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ છે. સરકારે ૬ ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે. પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે.

જાે કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે. આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને જાે દોષિત ઠરશે તો ૧ કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે. ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/