fbpx
રાષ્ટ્રીય

૨૦-૩૦ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા

ઝારખંડના રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ ઈડી એ નોકરના ઘરેથી લગભગ ૨૦-૩૦ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ ૩ કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.

ઈડી ને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે ઈડી ના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અંદાજ ન હતો કે ૧૫,૦૦૦ રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે. જો કે હવે અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવ્યા છે.

આ દરોડા ની મળતી માહિતી મુજબ ગયા વર્ષે મે મહિનામાં ઈડી એ ૧૦,૦૦૦ રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્‌યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં ઝારખંડ સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ ૨૦ ઓક્ટોબર ૨૦૦૬થી ૧૨ ડિસેમ્બર ૨૦૦૯ સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. સરપંચની ચૂંટણી જીતીને આલમગીરે રાજકીય દાવની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૦માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં ૪ વખત ધારાસભ્ય બન્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/