fbpx
રાષ્ટ્રીય

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન ઈડ્ઢ વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા, તેમની ધરપકડને પડકારી

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને ઈડ્ઢ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન નિમણૂકોમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, દિલ્હીની એક અદાલતે મની લોન્ડરિંગ કેસમાં ધારાસભ્યને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.

જસ્ટિસ રાકેશ સ્યાલે અમાનતુલ્લાને ૨૩ સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ઈડ્ઢએ કોર્ટને કહ્યું કે હવે આરોપીને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની જરૂર નથી. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવો જાેઈએ. સાત દિવસની ઈડ્ઢ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અહીં તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું કે જાે મુક્ત કરવામાં આવે તો ધારાસભ્ય પોતાના પ્રભાવથી કેસની તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. આ સાથે ઈડ્ઢએ કોર્ટને કહ્યું કે ખાને છેલ્લી પૂછપરછ દરમિયાન બિલકુલ સહકાર આપ્યો ન હતો.

ખાનના વકીલે ઈડ્ઢની અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટને ધારાસભ્યને મુક્ત કરવા વિનંતી કરી હતી. ન્યાયાધીશને એમ પણ કહ્યું કે ધારાસભ્યને મુક્ત કરવામાં આવે, પછી ભલેને મુક્તિની સાથે કેટલીક શરત પણ મુકવામાં આવે. ધારાસભ્ય ખાનને ૨ સપ્ટેમ્બરે ઈડ્ઢ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ)ની જાેગવાઈઓ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અગાઉ, ઈડ્ઢએ અહીંના ધારાસભ્યના ઓખલાના નિવાસસ્થાને સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે સર્ચ દરમિયાન ખાનને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા,

પરંતુ તે પ્રશ્નો ટાળતો રહ્યો અને અસ્પષ્ટ જવાબો આપતો રહ્યો. તેથી ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓનું કહેવું છે કે એમએલએ ખાને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ પર રહીને ઘણું કાળું નાણું કર્યું છે. તેણે પોતાના નજીકના લોકો પાસેથી ગેરકાયદેસર રીતે રિયલ એસ્ટેટમાં મોટો નફો મેળવ્યો હતો. આ સાથે ઈડ્ઢએ આરોપ લગાવ્યો છે કે અધ્યક્ષ રહીને અમાનતુલ્લાએ ૧૦૦ કરોડ રૂપિયાની વકફ પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે લીઝ પર આપી હતી અને વક્ફ બોર્ડમાં ૩૨ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નિમણૂક પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ તપાસ એજન્સીઓએ અમાનતુલ્લા પર વકફ ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/