fbpx
રાષ્ટ્રીય

વિદેશી મીડિયાએ ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને ‘રાજદ્વારી યુદ્ધ’ ગણાવ્યું

ભારતે સોમવારે એક્ટિંગ હાઈ કમિશનર સ્ટીવર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, સેક્રેટરી મેરી કેથરીન જાેલી સહિત છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. સાથે જ કેનેડાએ પણ ૬ ભારતીય અધિકારીઓને હાંકી કાઢ્યા હતા. દરમિયાન, કેનેડિયન મીડિયાએ ભારત સાથે વધેલા સંઘર્ષને લઈને તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને અરીસો બતાવ્યો છે. કેનેડિયન મીડિયા, ખાસ કરીને ‘નેશનલ પોસ્ટ’એ ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવને ‘રાજદ્વારી યુદ્ધ’ ગણાવ્યું છે. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કેનેડા ભારત સાથે રાજદ્વારી સંઘર્ષમાં છે.

લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત બીજા વિશ્વયુદ્ધમાં કેનેડા સાથે મળીને લડ્યું હતું. ભારત લોકશાહી દેશ છે અને કોમનવેલ્થનો સભ્ય છે, જે ચીન જેવા દેશો સામે સાથી છે. બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે અને સરકારો સુધારા તરફ ગતિ બતાવી રહી નથી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સંબંધિત તપાસમાં કેનેડિયન પોલીસે ભારતીય રાજદૂત અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ મૂક્યા ત્યારે બંને દેશો વચ્ચેનો વિવાદ વધી ગયો.

આ પછી, કડક પગલાં લેતા, ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે કેનેડિયન રાજદ્વારીઓએ ૧૯ ઓક્ટોબર, શનિવારે રાત્રે ૧૧.૫૯ વાગ્યા સુધીમાં ભારત છોડવું પડશે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમને કેનેડા તરફથી એક રાજદ્વારી સંચાર મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સંબંધિત મામલામાં ‘પર્સન્સ ઑફ ઈન્ટરેસ્ટ’ છે. ભારત સરકાર આ વાહિયાત આરોપોને સખત રીતે નકારી કાઢે છે

અને તેમને ટ્રૂડો સરકારના રાજકીય એજન્ડાનો એક ભાગ માને છે, જે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો જૂન ૨૦૨૩ માં નિજ્જરના મૃત્યુ પછી બગડવાની શરૂઆત થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૩માં કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રૂડોએ આ હત્યા માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા. ભારતે કેનેડા સરકારના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. હકીકતમાં, ભારતે વર્ષ ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. વધતા તણાવ પછી, ઓક્ટોબર ૨૦૨૩ માં બારાત દ્વારા ૪૧ કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલવામાં આવ્યા હતા. કેનેડાએ ભારતની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/