fbpx
સૌરાષ્ટ - કચ્છ

હીનાની બહેનની ઓડિયો ક્લીપની વાત પહોંચી જીજ્ઞેશ દાદાની વ્યાસપીઠ સુધી

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ હિનાની બહેન અને હિનાના સાસરિયા પક્ષના લોકોની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જે હાલ વોટ્‌સેપ હોઈ કે ફેસબુક દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ પણ હિનાનું નામ લીધા વગર વ્યાસપીઠ પરથી આઇફોન વર્સીસ એમ.આઇ મોબાઈલનો જંગ સગાઈ તોડી શકે છે તેવી વાતો કરી હતી. છેલ્લા ચાર દિવસથી હીના, ધ્રુવલ એમઆઈ અને આઈફોન આ ચાર શબ્દો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
ફેસબુક ખોલો વોટ્‌સેપ ના ગ્રુપ ખોલો એટલે તમને હીના અને એમઆઈ વિશેના મિમ્સ કે પછી જાેક્સ જાેવા જરૂર મળશે. ત્યારે હવે વાત વ્યાસપીઠ સુધી પહોંચી છે. જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ શુક્રવાર ના રોજ પોતાની કથામાં હિના નું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘હમણાં ત્રણેક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે કિસ્સો સામે આવ્યો છે. તે આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શર્મસાર ગણાય તે પ્રકારનો કિસ્સો છે. આજે જ્યારે ભારતમાં અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે આજે જન જનના હ્રદયમાં રામ બિરાજે તે પ્રકાર નું કાર્ય થવું જાેઈએ. રામ મંદિર ના નિર્માણ સમયે રામ રાજ્યમાં કયા પ્રકારે જીવાતું હતું તે તમામ બાબતો શીખવાની છે.
ત્યારે એક મોબાઈલ જેવી વસ્તુ વૈવાહિક જીવન ની શરુઆત થતાં અટકાવે છે. તે ખરેખર ખરાબ બાબત કહી શક્ય. આપણી માનસિકતા કયા સ્તરે પહોંચી છે? એક મોબાઈલ સગાઈ કેવી રીતે તોડાવી શકે? શું મોબાઈલ હોઈ તોજ વ્યક્તિ ની આબરૂ હોઈ? શું મોબાઈલ નહોતા ત્યારે અબ્દુલ કલામ રતન ટાટા ની આબરૂ નહોતી? જે જમાનામાં મોબાઈલ નહોતા ત્યારે પણ અબ્દુુુલ કલામ રતન ટાટા જેવી વ્યક્તિઓએ પોતાના જીવન ના શ્રેષ્ઠત્તમ શિખરો સર કર્યા હતા. તો બીજી તરફ જીગ્નેશ દાદાએ પોતાની વ્યાસપીઠ ઉપરથી ધ્રુવલ ની માતાએ હિનાની બહેન સાથે કરેલ વાતચીતના અંશમાં ધ્રુવલ ની માતાએ કરેલ વાતને વખાણી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/