fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચોટીલામાં પણ રોપ-વે બનશેઃ રૂપાણી સરકારની ગૃહમાં જાહેરાત

ચોટીલામાં હવે રોપ-વે બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. ચોટીલા મંદિર પર રોપ-વે બનાવવાની જાહેરાત ઝ્રસ્ વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી હતી. અને ચોટીલા મંદિરમાં રોપ વે બનાવવાની મંજૂરી આપી છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

શ્રી ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત માઈભક્તોને પણ ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે઼! સરકારે ચોટીલા ડુંગર પર પહોંચવા માટે રોપ-વે બાંધવાની મંજૂરી આપી હોવાની જાહેરાત સીએમ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કરી છે.
ચોટીલાના ડુંગર ઉપર પહોંચવા તળેટીથી ૮૫ મીટરની ઉંચાઈ ૪૦૦ મિટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે. અત્યારે ચોટીલાના ડુંગર ઉપર ચઢવા માટે ૧૦૦૦ જેટલાં પગથિયા છે.

અગાઉ ગિરનાર પર વર્લ્ડ ક્લાસ રોપ વે બનાવવામાં આવી હતી. અને ગિરનાર રોપ વેથી ત્યાંના પ્રવાસનને પણ વેગ મળ્યો હતો. અગાઉ પગથિયા ચડી અંબાજી સુધી જવા માટે ચાર – પાંચ કલાક થતા હતાં. હવે લોકો રોપ-વે દ્વારા ૭-૮ મિનિટમાં ત્યાં પહોંચી જવાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/