fbpx
સૌરાષ્ટ - કચ્છ

મુખ્યમંત્રી રુપાણીએ રાજકોટમાં ૨૩૨.૫૦ કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું

રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ પ્રોજેક્ટના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા લાઇટ હાઉસ હાઉસિંગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થયો છે. રાજકોટ મનપા અને રૂડાના વિવિધ કામોના રૂપિયા ૨૩૨.૫૦ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૧૮ કરોડના ખર્ચે બની રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવસોનો ઇ-ડ્રો કરાયો હતો. તો રૂડા દ્વારા રૂ.૬૭.૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૨૨ આવાસોનો ઇ-ડ્રો પણ યોજાયો હતો. તેમજ રૂ.૩૭.૬૬ કરોડના ખર્ચે મહાનગરપાલિકાના જુદા-જુદા વોર્ડમાં વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ યોજવામાં આવ્યું હતું. જ્યારે રૂ. ૯.૧૮ કરોડના ખર્ચે રૂડા વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લાઇટ હાઉસ પ્રોજેક્ટ પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પીએમ મોદીએ સમીક્ષા કરતાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જેમાં આપણે આ કામ પૂર્ણ કર્યુ છે. અનેક રાજ્યોએ તો લાઇટ હાઉસ પ્રોજેક્ટનું કામ ચાલુ પણ કર્યુ નથી. એઇમ્સનું કામ ઝડપી ચાલી રહ્યું છે. ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે. ભારતના નકશામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન આપવામાં આવશે, એઇમ્સ હોસ્પિટલે દર્દીઓને પહોંચવા રેલવે સ્ટેશન મહત્વનું રહેશે. તેમજ એઇમ્સ હોસ્પિટલ સાથેની કનેક્ટીવિટી માટે વિકાસ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/