fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જાેવા મળ્યો

જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ જાેવા મળ્યો. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. જામનગર શહેરમાં રખડતાં ઢોરમાં લમ્પી નામનો વાયરસ દેખાયો હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના રામેશ્વરનગર , નવાગામ – ઘેડ, ગાંધીનગર વિસ્તારમાં રખડતા ઢોરમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ વાયરસની ઝપટેમાં હાલ અનેક પશુઓ આવ્યા હોવાનો અંદાજ છે. વધુ પડતો આ રોગ માત્ર ગાયમાં જ જાેવા મળી રહ્યો છે. રોગના ચોક્કસ નિદાન માટે નમૂનાઓ લઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત પશુપાલન વિભાગના ડો.અનીલ વિરાણીએ જણાવ્યું કે, આ અંગેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. તેથી જ્યારે પણ રસીકરણ શરૂ થાય ત્યારે દરેક પશુપાલકો દ્વારા આ રસી પોતાના પશુઓને અપાવે તેવી પણ અપીલ કરી હતી. કોરોના હોય કે બર્ડ ફ્લુ દરેક રોગ પહેલા પશુમાં અને ત્યાંથી માનવમાં આવ્યા હતા. આ પ્રકારે આ રોગ પણ રખડતા ઢોરને થયો છે. તેથી માણસ તેના સંપર્કમાં આવે કે અન્ય કોઇ પ્રકારે માનવમાં પ્રવેશી શકે કે નહી તે અંગેના કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ જાે માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર હજી સુધી નથી. માણસમાં આ રોગ પ્રવેશે તો તેની સારવાર કરવી કઇ રીતે કરવી તે પણ એક સંશોધનનો વિષય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/