fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉપરકોટના કિલ્લામાંથી એન્ટિક વસ્તુની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી લીધા

જૂનાગઢના ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાય તે પહેલા જ ઉપરકોટના કિલ્લામાં કામ કરતા બે ઈસમોએ ખોદકામ દરમિયાન મળી આવેલી એન્ટિક ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં બે ગઠિયાને ઝડપી પાડ્યાં હતા. ઉપરકોટનો કિલ્લામાં કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. જે ઘટનાના સીસીટીવીમાં ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જેને લઈ ઉપરકોટ કિલ્લામાં રીનોવેશનનું કામ કરનાર ડેરીકોન કન્સલટન્ટ કંપનીના પ્રોજેક્ટ મેનેઝર આકાશકુમાર પ્રહલાદપ્રસાદ શાહે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ઉપરકોટમાંથી એન્ટિક વસ્તુઓ કાસ્ટ આયરન કેનોન સ્ટેન્ડ વ્હીલ નંગ-૩ જેની આશરે કી.રૂ. ૧,૦૦,૦૦૦, કાસ્ટ આયરન એન્ટીક નંગ-૫ જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦, એમ.એસ.વ્હીલ પુલી જેની આશરે કી.રૂ.૧૦૦૦ જે કુલ મળી કિ.રૂ. ૧,૫૦,૦૦૦ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચેક કરતા સીસીટીવીમાં દેખાતા ઈસમો આ જ એજેન્સીમાં કામ કરતા ઇન્જામીનભાઇ તથા કીરીટભાઇ હોવાનું જાેવા મળ્યું હતું. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે બંને ગઠિયાને ગણતરીની કલાકોમાં પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/